
જૂનાગઢ ના અર્જુન ધડુક એ ગુજરાતમાં ગોલ્ડ મેડલ મેળવી રાંચી (ઝારખંડ) ખાતે યોજાયેલ નેશનલ સબજુનિયર અને જુનિયર પાવર લીફ્ટિંગ કોમ્પિટિશન સબજુનીયર કેટેગરીમાં ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવી નેશનલમાં બીજું સ્થાન પ્રાપ્ત કરી જૂનાગઢ અને ગુજરાતનું નામ રોશન કર્યું આ પ્રસંગે જૂનાગઢ ના જાગૃત યુવા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાની હાજરીમાં ગુજરાતના સનિષ્ઠ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલે ગુજરાતનું નામ રોશન કરનાર અર્જુન ધડુકને સન્માનિત કરી આગળ વધવા શુભાશિષ પાઠવ્યા.